હોમ |  શિષ્યવૃત્તિ – શૈક્ષણિક લોન

 
શિષ્યવૃત્તિ – શૈક્ષણિક લોન
 
સ્કોલરશીપ યોજનાઃ-

મંડળની સ્કોલરશીપ યોજનામાં આહીર સમાજના દાતાઓ પાસેથી એક સ્કોલરશીપના રૂ.10,000/- (અંકે રૂપિયા દસ હજાર પુરા) મુજબ ફંડ સ્વીકારવાનું નક્કી કરવામાં આવ્યું તે મુજબ 1982 થી 2006 સુધીમાં કુલ સ્કોલરશીપ નું રૂ.29,30,000-00 સ્કોલરશીપ ફંડ જમા થયેલ છે આ ફંડ મંડળના ફીક્સ ડીપોઝીટ ખાતામાં જમા કરવામાં આવે છે.

 
લોન સ્કોલરશીપ યોજનાઃ-
ઉપરોક્ત દાતાઓ તરફથી મળેલ સ્કોલરશીપ ફંડ બેંકમાં ફીક્સ ડીપોઝીટમાં જમા થાય છે તેનું વાર્ષિક વ્યાજ દર વર્ષે મળે તે રકમ દર વર્ષે આહીર સમાજના આર્થિક નબળા વિદ્યાર્થીઓને જેવા કે ધો.12 (સાયન્સ) પછીના ડીગ્રી કોર્ષ તથા ડીપ્લોમા કોર્ષ. ધો.10 પછીના ડીપ્લોમા કોર્ષ, બીબીએ, એમબીએ, એમસીએ, સી.એ. વગેરેમાં લોન સ્કોલરશીપ આપવામાં આવે છે. વિદ્યાર્થી ભણે ત્યાં સુધી દર વર્ષે લોન સ્કોલરશીપ આપવામાં આવે છે.
વિદ્યાર્થીએ અભ્યાસ દરમ્યાન લીધેલ કુલ લોન સ્કોલરશીપ (વ્યાજમુક્ત લોન) અભ્યાસ પુરો થયા બાદ મંડળને વગર વ્યાજે એકી સાથે અથવા હપ્તા કરીને ભરપાઈ કરવાની હોય છે. અત્યાસ સુધીમાં 1982 થી 2006 સુધીમાં કુલ રૂ.28,73,000-00 વ્યાજ મુક્ત લોન આપવામાં આવી અને આજ સુધીમાં કુલ રૂ.15,31,567-00 વ્યાજ મુક્ત મંડળ પરત ભરપાઈ થયેલ છે.
Print this Page

આ પેજ પ્રિન્‍ટ કરો

આ પેજ ઇમેલ કરો

પ્રતિભાવ મોકલો


 
 
 
 
   

All rights reserved © Gujarat Ahir Kelavani Mandal Rajkot | Designed and Developed by Cybersurf (India) Pvt. Ltd