|
"આહીર સમાજનો વિકસ"ને મંત્ર બનાવી,
શૈક્ષણિક તથા સામાજિક
પ્રવ્રુત્તિઓ અને વિકસની ગાથા આહીર સમાજ સુધી પહોંચાડવાના
ધ્યેય સાથે શ્રી ગુજરાત આહીર
કેળવણી મંડળની સ્થાપના થયેલ છે.
આજનો યુગ છે માહિતી અને ગતિનો. આજે માહિતી અને ગતી – આ
બન્ને વિના કાર્ય અધૂરુ જ રહે.
માહિતી હોવી જોઇએ આંગળીના ટેરવે. આ જરૂરિયાત પૂરી કરે
છે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી.
|
|
 |
| |
નરેન્દ્રભાઇ ભેટારિયા |
શ્રી ગુજરાત આહીર
કેળવણી મંડળ દ્વારા માહિતીના સ્ત્રોતને
વઘુ સંગીન બનાવવા શરૂ કરાતી 'વેબ-સાઇટ' સમાજની સ્થિતિનું વાસ્તવિક
ચિત્ર સમાજ તથા બહારની દુનિયાને પુરૂં પાડશે તેવો વિશ્વાસ છે.
આપણે સૌએ ગૌરવ લેવા જેવી બાબત એ છે કે આ વેબસાઇટ શ્રી ગુજરાત
આહીર કેળવણી મંડળના સમગ્ર વહીવટીતંત્ર અને તેની કાર્યવાહીઓની વિગતવાર
માહિતી આહીર સમાજને સરળતાથી ઉપલબ્ધ કરવાના હેતુથી તૈયાર કરવામાં
આવી છે.
ઇન્ટરનેટના ક્રાંતિકારી માધ્યમ અને સતત વિકસતી ટેક્નોલોજીની
મદદથી, કોઈ પણ વ્યક્તિ
શ્રી ગુજરાત આહીર કેળવણી મંડળની માહિતી કે કામની વિગતને હવે
દુનિયાના કોઇ પણ ખૂણેથી જોઇ શકશે અને પોતાનો પ્રતિભાવ પણ આપી
શકશે. આ કારણસર, વેબસાઇટની મદદથી
શ્રી ગુજરાત આહીર કેળવણી મંડળની કામગીરીને વધુ
અસરકારક અને પારદર્શક બનાવી શકાશે. મને
વિશ્વાસ છે કે શ્રી ગુજરાત આહીર
કેળવણી મંડળ વિકાસના ક્ષેત્રે નિરંતર
નવી સિદ્ધિઓ મેળવશે.
આપનો સહ હૃદયી
નરેન્દ્રભાઇ ભેટારિયાના
જય શ્રીક્રુષ્ણ |