હોમ | પરિચય

 
મંડળની સ્થાપના
 
શ્રી ગુજરાત આહીર કેળવણી મંડળની સ્થાપનાના અનુસંધાનમાં પ્રથમ મીટીંગ તા.23-01-1981 ના રોજ સીટી ગેસ્ટ હાઉસ, રાજકોટ ખાતે મળેલ હતી. આ મીટીંગ સંસ્થાના પાયા સમાન, શિક્ષિત મહાનુભાવો (1)માન. શ્રી ડી.આર.ભુતૈયા (ડે.કલેક્ટર) – પોરબંદર (2)માન. શ્રી વસંતભાઈ રાઠોડ, કાર્યપાલક ઈજનેર, રાજકોટ (3)માન. શ્રી રાઘવજીભાઈ બદલાણીયા આર.એફ.ઓ – જુનાગઢ (4)માન. શ્રી ભગવાનભાઈ આર. સોરઠીયા (મામલતદાર, જામનગર) ના માર્ગદર્શન અને રાહબર હેઠળ સંસ્થાની  સૌ પ્રથમ મીટીંગ હતી. જેમાં આશરે સમાજના શિક્ષિત અને અગ્રણી એવા 47 સભ્યોએ હાજરી આપી હતી. જેમાં નીચે દર્શાવેલ ઠરાવો થયાં હતા.
(1) મંડળનું નામ - ‘ગુજરાત આહીર કેળવણી મંડળ’ રાખવું.
(2) મંડળનો હેતુ - શૈક્ષણિક અને સાંસ્કૃતિક પુરતા રાખવો.
(3) મંડળનું સભ્યપદ - આપણા સમાજના કોઇપણ ગ્રેજ્યુએટ અથવા એસ.એસ.સી. પછીના ડીપ્લોમા ધરાવતા સભ્યો.
શુભેચ્છક સભ્યપદ - કોઈપણ આહીર ભાઈ-બહેન
(4) સભ્ય ફી - આજીવન રૂ.500-00, વાર્ષિક રૂ.51-00
શુભેચ્છક સભ્ય ફી - આજીવન રૂ.750-00
(5) મંડળનું હેડ ક્વાર્ટર - હાલ રાજકોટ રાખવું.
(6) મંડળની કારોબારી - 41 સભ્યોની રાખવી. દર વર્ષે 1/3 સભ્યો નિવૃત થાય અને તેટલા જ નવા ચુંટાય.
(7) સંસ્થના સ્થાપક હોદ્દેદારો (વર્ષ 1982-83) :  
  • પ્રમુખ - વસંતભાઈ ડી. રાઠોડ
  • ઉપ પ્રમુખ - રાઘવજીભાઈ ડી. બદલણિયા
  • ઉપ પ્રમુખ - વેજાભાઈ રાવલિયા
  • મંત્રી - મેરામણભાઇ એમ. ગંભીર
  • સહમંત્રી - સરમણભાઈ ડી. પીઠિયા
  • ખજાનચી - ભગવાનજીભાઈ આર. સોરઠિયા
તા.15-5-1982 ના રોજ સંસ્થાની દ્રિતીય માટીંગ આહીર બોડીંગ જામનગર ખાતે મળેલ. જેમાં મંડળનું બંધારણ (સુચિત) રજુ કરવામાં આવ્યું સૌએ તેમને મંજુર રાખવામાં આવેલ. સંસ્થાની કારોબારી મીટીંગ તા.13-02-1983 ના રોજ ભવનાથ જુનાગઢ ખાતે મળેલ હતી.
 
કારોબારી મીટીંગ – તા.13-2-83 જુનાગઢ (ભવનાથ)
1. મંડળ ધ્વારા ગાંધીનગરમાં શૈક્ષણિક હેતુ માટે 2000 થી 5000 ચો.મી. જમીન રાહત ભાવે માંગવાનો ઠરાવ કરવામાં આવ્યો.
2. આહીર જ્ઞાતીના સ્નાતકોનો સર્વે કરવો.
 
સાધારણ સભા તા.24-6-83 – રાજકોટ
1. 1983-84 વર્ષ માટે પ્રમુખ ડો.દેવાયતભાઈ એન. મકવાણા રાજકોટ
2. નાણાંકીય વહેવાર – પ્રમુખની સહી ફરજીયાત તથા મંત્રી અથવા ખજાનચી
 
સાધારણ સભા તા.24-6-84 રાજકોટ
1. 1984-85 વર્ષ માટે પ્રમુખ, રાઘવજીભાઈ ડી. બદલાણીયા, રાજકોટ
 
સાધારણ સભા તા.26-6-85 રાજકોટ
1985-86 વર્ષ માટે પ્રમુખશ્રી ડો.રણમલભાઈ એન. વારોતરીયા, ખંભાળીયા
 
સાધારણ સભા તા.6-7-86 રાજકોટ
 

 
Print this Page

આ પેજ પ્રિન્‍ટ કરો

આ પેજ ઇમેલ કરો

પ્રતિભાવ મોકલો


 
 
 
 
   

All rights reserved © Gujarat Ahir Kelavani Mandal Rajkot | Designed and Developed by Cybersurf (India) Pvt. Ltd