|
શ્રી ગુજરાત આહીર જન સેવા
સમિતિ
નિ:શુલ્ક દર્દી સહાય કેન્દ્ર
સિવિલ હોસ્પિટલ સંકુલ, અસારવા, અમદાવાદ-૧૬
ફોન : ૯૯૭૯૯૩૫૫૬૬ (આહીર કેશુરભાઇ રામ)
આદરણીય શ્રી,
જય શ્રી કૃષ્ણ,
ઘણા લાંબા સમયથી અમદાવાદ સિવિલ હોસ્પિટલ
ખાતે સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા-વ્હાલાઓને પડતી
મુશ્કેલી અંગે કાંઇક વ્યવસ્થા ઉભી કરવી જોઇએ, તેવો વિચાર
અવારનવાર ઉપસ્થિત થયા કરતો હતો. તેના અનુસંધાનમાં આપણા સમાજના
અન્ય અગ્રણીઓ સાથે તેની ચર્ચા વિચારણાના અંતે આવી વ્યવસ્થા
ઉભી કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલ ભારત દેશની મોટામાં મોટી
આધુનિક વ્યવસ્થા ધરાવતી હોસ્પિટલ છે. જેમાં દર વર્ષે આશરે ૬
થી ૭ લાખ દર્દીઓ સારવાર અર્થે આવે છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસ
આશરે ૧૦૦ એકર જગ્યામાં પથરાયેલ છે. ઉ૫રાંત તેમને સંલગ્ન કીડની
હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ, યુ.એન. મહેતા કાર્ડીઓલોજી હોસ્પિટલ
વિગેરે આવેલ છે.
આવી વ્યવસ્થાના ભાગરૂપે, શ્રી ગુજરાત
આહીર જન સેવા સમિતિ દ્વારા, શ્રી આહીર કેશુરભાઇ રામની
નિમણુંક કરવામાં આવી છે. તેમનો સહેલાઇથી સંપર્ક થઇ શકે તે
હેતુસર તેમને મોબાઇલ – ૯૯૭૯૯૩૫૫૬૬ આપવામાં આવેલ છે. તેઓ સિવિલ
હોસ્પિટલ કેમ્પ્સ, અસારવા, અમદાવાદ-૧૬ ખાતે રૂબરૂમાં સવારના
૭-૩૦ થી ૪અ૦૦ વાગ્યા સુધી મળશે. કોઇપણ દર્દી અને તેમના
સગા-વ્હાલાઓને કેસ કઢાવવા, દાખલ થવા અંગે, રહેવા-જમવાની વ્યવસ્થા
અંગે, આવાવ જવાની વ્યવસ્થા અંગે, લોહીની જરૂરીયાત અંગે અથવા
અન્ય કોઇપણ જરૂરીયાત માટે પ્રાથમિક માર્ગદર્શન અને મદદ કરશે.
ઉપરોકત સેવા સિવિલ હોસ્પિટલ સંકુલ એટલે કે જનરલ હોસ્પિટલ,
કેન્સર, કીડની, યુ.એન.મહેતા કાર્ડીઓલોજી વગેરેમાં મળી રહે તેવું
નકકી કરેલુ છે.
ઉપરોકત સેવા માટે દર્દીઓ અથવા તેમના સગા-વ્હાલાઓએ
કોઇ જ ચાર્જ કે ફી આપવાની નથી જેની નોંઘ લેવી. આવી સેવાના
ખર્ચને પહોંચી વળવા માટે શ્રી ગુજરાત આહીર જન સેવા સમિતિના
સભ્ય દ્વારા આર્થિક સહયોગ સાંપડેલ છે.
આહીર કેશુરભાઇ રામનો મોબાઇલ નંબર નોંઘીને
જયારે પણ તેમના માર્ગદર્શન અને મદદની જરૂરી હોય ત્યારે સમાજના
કોઇપણ સભ્ય વિના સંકોચે તેમનો સંપર્ક કરી શકે છે.
હેલ્પલાઇન નં. : ૯૯૭૯૯ ૩૫૫૬૬
સંપર્ક : આહીર કેશુરભાઇ રામ
સ્થ્ળ : સિવિલ હોસ્પિટલ કેમ્પસ,
અમદાવાદ
સમય : સવારના ૭.૩૦ થી ૪.૦૦ વાગ્યા
સુધી
આભાર સહ
શ્રી ગુજરાત આહીર જન સેવા સમિતિના સભ્યો...
પ્રસ્તુત કર્તા : શ્રી નરેન્દ્રભાઇ ભેટારીયા-અમદાવાદ
નોંધ:
(૧) આહીર યુવક મંડળ – અમદાવાદ દ્વારા
સંચાલિત આહીર સમાજ આરામગૃહ ૭૫/૫૯૦, કલાપીનગર, મઘાણીનગર રોડ,
અમદાવાદ ખાતે સમાજના દર્દીઓ તથા તેમના સગા-વ્હાલાઓ માટે
રહેવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જે સીવીલ હોસ્પિટલથી
તદ્દન નજીક છે. તેની નોંઘ લેવી.
(ર) શ્રી ગુજરાત આહીર જન સેવા સમિતિના
સભ્ય થવા માટે શ્રી નરેન્દ્રભાઇ ભેટારીયા (૯૮૨૪૦ ૭૭૩૫૬)નો
સં૫ર્ક આપ કરી શકો છો. |