હોમ | આહીર વિદ્યાર્થી ભવન

 

તા.13-2-83 ની કારોબારી મીટીંગ ભવનાથ, જુનાગઢના ઠરાવ મુજબ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં શૈક્ષણિક હેતુ માટે જમીન માંગવામાં આવેલ.

 
અવાર-નવાર માંગણી તથા સરકારના પ્રતિકુળ જવાબ વચ્ચે રા.જ.પા.ના શ્રીશંકરસિંહ વાઘેલાના મુખ્યમંત્રી પદની સરકાર વખતે નાયબ મહેસુલ મંત્રી શ્રીજેસાભાઈ ગોરીયા, ધારાસભ્યો શ્રી જશુભાઈ બારડ, શ્રી દેવાણંદભાઈ સોલંકી, શ્રી વાસણભાઈ આહીર, નાનાભાઈ રોયલા, મૂળુભાઇ બેરા, રણમલભાઇ વારોતરીયા તથા આહીર આગેવાનોના પ્રયાસોથી 1995માં ગાંધીનગરમાં સેક્ટર-15માં સરકારી હોસ્ટેલ પાસે 1500 ચો.મી. જમીન સરકાર તરફથી ફાળવવામાં આવી તેની સનદ તથા કબજો મંડળની મળી ગયેલ.
 
  • 30-10-1998 દેવદીવાળીના રોજ આ જમીન ઉપર વિદ્યાર્થી ભવન ઉભુ કરવા માટે મુંબઈ આહીર સમાજના પ્રમુખ શ્રીમાલદેવભાઈ બાનીના વરદ હસ્તે ખાત મુહૂર્ત કરવામાં આવ્યું.
  • ત્યારે છાત્રાલય બાંધકામ માટે પ્લાન મુકવાની પ્રક્રિયા કરવામાં આવી. પ્રતિકુળ સંજોગો અને ધરતીકંપના કારણે બાંધકામ શરૂ ન કરી શક્યા ત્યારે પ્લાન મંજુરી વગેરે મળેલ.
  • તા.23-2-04ના રોજ વર્તમાનપત્રમાં ગાંધીનગરના છાત્રાલય બાંધકામ અંગેના ટેન્ડર બહાર પાડવાની જાહેરાત આપવામાં આવી. બીજી જાહેરાત તા.24-7-04 મુદત વધારો.
  • તા.1-8-04 ની બાંધકામ સમિતિ તથા હોદ્દેદારોની મીટીંગમાં બાંધકામ માટે 5 (પાંચ) ટેન્ડરો મળેલ તેમાં ઓછા ભાવ અને કોન્ટ્રાક્ટરની ક્ષમતાને ધ્યાનમાં લઈ ક્લાસીક કન્સ્ટ્રક્શન કું. ગાંધીનગરનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું.
બાંધકામ ફંડ માટે નીચેની વિગતે ફંડની રકમ નક્કી કરવામાં આવી.
 
  • મુખ્ય દાતા રૂ.25,00,000/- (તા.3-7-05ની સાધારણ)
  • હાલ સભામાં આ રકમ રૂ.15 લાખને ઉપરની નક્કી કરવામાં આવી છે.
    • ભોજન ખંડનાદાતા રૂ. 5,00,000/-
    • સભા ખંડનાદાતા રૂ. 5,00,000/-
    • કમ્પ્યુટર સેન્ટરના દાતા રૂ. 5,00,000/-
    • એક વીંગના દાતા રૂ. 2,51,000/-
    • એક રૂમના દાતા રૂ. 51,000/-
  • રૂ.51,000/- થી ઉપરના દાતાઓનો ફોટો હાલમાં મુકવાનો ઠરાવ કરવામાં આવ્યો.
  • વાર્ષિક સાધારણ સભા તા.3-7-05ના ઠરાવ મુજબ રાજકોટમાં ‘‘321 મહાલક્ષ્મી કોમ્પલેક્ષ’’, કે.કે.વી.હોલની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ. 100 ચો.ફૂટની ઓફીસ ખરીદવામાં આવી.
  • તા.2-7-06ની વાર્ષિક સાધારણ સભાના ઠરાવ મુજબ શિષ્યવૃત્તિ ફંડમાં એક સ્કોલરશીપના દાન પેટે રૂ.10,000/- ની બદલે વધારીને રૂ.20,000/- કરવામાં આવી.
 
Print this Page

આ પેજ પ્રિન્‍ટ કરો

આ પેજ ઇમેલ કરો

પ્રતિભાવ મોકલો


 
 
 
 
   

All rights reserved © Gujarat Ahir Kelavani Mandal Rajkot | Designed and Developed by Cybersurf (India) Pvt. Ltd